ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણીની જુની અદાવતે જૂથા અથડામણ : ૧ યુવાન પોલીસ કર્મીનું મોત

New Update
ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણીની જુની અદાવતે જૂથા અથડામણ : ૧ યુવાન પોલીસ કર્મીનું મોત

ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણીની જૂની અદાવતે બે જૂથા વચ્ચે થયેલ જૂથ અથડામણ ચરમસીમાએ પહોંચતા તા૧૨મીની બપોરના સુમારે તિક્ષણ હથિયાર સાથે હૂમલો કરાતા એક યુવાનની પોલીસકર્મી મોતને ભેટ્યો હતો.જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર ગોંડલ ખાતે આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મેસપર ગામે પરિવાર સાથે રાજકોટના ઘંટેશ્વર પાસે રહી અને રાજકોટ સિટી પોલીસમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાજભા જાડેજા અને ખેતીવાડીની સારસંભાળ માટે મેસ્પર આવ્યા હતા, તા.૧૨મીની બપોરના સુમારે નરેન્દ્રસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના ઘરેથી વાડી તરફ જવા નીકળ્યા હતા ત્યારે સામા પક્ષે માજી સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજાના ઘર નજીકથી પસાર થતી વેળા બંન્ને ગિરાસદાર પરિવાર વચ્ચે ચૂંટણીની ત્રણ પેઢીથી ચાલતી જુની અદાવત હોઇ, તેમના વચ્ચે બોલાચાલી ઝઘડો થવા પામ્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા,તિક્ષ્ણ હથિયારો સાથે થયેલ મારામારીમાં નરેન્દ્રસિંહ રાજભા જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ તાલુકા પોલીસના પી.એસ.આઈ વાય. બી. રાણાને થતા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મૃતકની લાશનો કબજો લઇ તેને પી.એમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાજભા જાડેજા બે ભાઈઓમાં તેઓ મોટા હતા અને હજુ એક વર્ષ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયા હતા આગામી થોડાક દિવસોમાં જ તેમના ઘરે શ્રીમંતનો પ્રસંગ આવનાર હોવાનું તેમના મેસપરના સગા સ્નેહીઓએ જણાવ્યું હતું, તેમના પિતા રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવતા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવામળી રહ્યું છે.

Latest Stories