ગોંડલનાં દેવડા ગામ ખાતે ઓસ્ટ્રેલિયન દંપતીએ મતદાન કર્યુ

New Update
ગોંડલનાં દેવડા ગામ ખાતે ઓસ્ટ્રેલિયન દંપતીએ મતદાન કર્યુ

લોકશાહીનાં આ પર્વમાં પોતાની ફરજ સમજીને વિદેશથી ગોંડલ તાલુકાનાં દેવડા ગામ આવ્યું છે. દેવડા ગામના મતદાર પ્ંકજ આસોદરીયા અને તેમના પત્ની રિધ્ધિ આસોદરીયા છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયાના સિંડની સીટીમાં રહે છે. પરંતુ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચુંટણીનૃં મતદાન આજે છે. ત્યારે આ યુગલ ઓસ્ટ્રેલિયાથી દેવડા ગામ મતદાન કરવા માટે આવ્યું પોહચ્યું છે.

મતદાન કર્યા બાદ આ યુગલે જણાવ્યુ હતુ કે મતદાનએ આપણો હક છે. અને આ અધિકાર અમે મતદાન કરી ભોગવ્યો છે. અને દેશના દરેક નાગરિકે પણ આ ફરજ નિભાવી જોઇએ.

Latest Stories