ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનાં  225 ખેલાડી ભાગ લેશે

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનાં  225 ખેલાડી ભાગ લેશે
New Update

ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટ ખાતે એપ્રિલમાં રમાનારા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનાં 225 ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય ખેલાડીઓ માટે બોક્સિંગ અને એથ્લેટીક્સની ઈવેન્ટમાં ક્વોટા વધાર્યો છે, જેના કારણે ભારત આગામી કોમનવેલ્થ ગેમ્સમાં તેની સૌથી મોટી ટીમ મોકલવા જઈ રહ્યું છે.

નોંધપાત્ર છે કે, ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડનાં ગ્લાસગોમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 215 ખેલાડીઓ મોકલ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ભારતીય ખેલાડીઓને ફાળવવામાં આવેલા ક્વોટામાં - બોક્સિંગ અને એથ્લેટિક્સની રમતમાં વધારો કર્યો છે.

જોકે તેની સામે જિમ્નાસ્ટીક, શૂટિંગ અને સાઈક્લિગ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓના ક્વોટાને ઘટાડી દેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભારતીય ખેલાડીઓ કુલ મળીને 15 સ્પર્ધાઓમાં ભાગ લેશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article