ગોવાની યુવતીનો હૃદયદ્રાવક કિસ્સો : ૧૫ વર્ષ થી હતી એક જ ઓરડીમાં કેદ

New Update
ગોવાની યુવતીનો હૃદયદ્રાવક કિસ્સો : ૧૫ વર્ષ થી હતી એક જ ઓરડીમાં કેદ

સુનીતા વર્લેકાર, ઉ. ૪૦ આસપાસની યુવતી ને ઉત્તરગોવાના કેન્ડોલીમ ગામ ખાતેથી એના સગા ભાઈના ઘરેથી એન.જી.ઓ. ની મદદ થી પોલીસ ધ્વારા બહાર લવાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ૧૫ વર્ષો થી સુનીતા એક જ રૂમમાં પૂરાયેલી હતી. ભાઈએ તેના પરિવાર સાથે બાકીના ઘર પર કબજો કરી લીધો હતો અને સુનીતાને એક અંધારી ઓરડીમાં ખોરાક દરવાજાના ચીરા માંથી અપાતો હતો. પોલીસને તે કપડા વગરની અવસ્થા માં રૂમમાંથી મળી હતી. તથા રૂમ ખુબ ગંધાતો હતો.

હાલ સુનીતાને તબીબી સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે, તે આરોગ્યની દ્રષ્ટિએ ખુબ નબળી હાલતમાં છે.

ભાઈ મોહનદાસે જણાવ્યું હતું કે, સુનીતાની માનસિક હાલત સારી ન હોવાના લીધે તેને આ રીતે એક રૂમમાં રાખી હતી. તે પહેલા સારવાર હેઠળ હતી, એ બંધ થતા તેને આ રીતે રાખવી પડી હતી, કારણકે સુનીતા કોઈપણ જાતના કપડા પહેરતી જ ન હતી.

Latest Stories