ચારા કૌભાંડમાં લાલુ યાદવ પર રાંચીની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપશે 

New Update
ચારા કૌભાંડમાં લાલુ યાદવ પર રાંચીની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપશે 

બિહાર અને સમગ્ર દેશનાં બહુચર્ચિત ચારા કૌભાંડ સાથે સંકળાયેલા મામલે રાંચીની સ્પેશિયલ કોર્ટ પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પર તેનો ફેંસલો સંભળાવશે.

આશરે 950 કરોડ રૂપિયાનાં ચારા કૌભાંડ સાથે સંકળાયેલા એક કેસમાં રાજદ અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ સહિત 22 લોકો વિરુદ્ધ શનિવારે સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે. આ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા પણ આરોપી છે. ચારા કૌભાંડ સાથે સંકળાયેલી દેવધર ટ્રેઝરી માંથી 89 લાખ 27 હજાર રૂપિયાના ગેરકાયદે ઉપાડના કેસમાં પણ શનિવારે ચુકાદો આવશે.

રાંચી જતા પહેલા લાલુએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મને ન્યાયની આશા છે. લાલુએ આ દરમિયાન મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ નીતિશ કુમાર અને સીબીઆઈ મને જેલ મોકલવા માંગે છે. મને ન્યાય પર વિશ્વાસ છે અને ન્યાય મળશે.

.

Latest Stories