ચીખલી તાલુકામાં ફેસબુકના માધ્યમથી પ્રેમ અને બાદમાં લગ્ન પછી યુવતી પાસે થઇ વિચિત્ર માંગ

New Update
વડોદરા : ફેસબુકના માધ્યમથી પ્રેમ કર્યો અને લગ્ન કરી લીધા પછી ફુટયો ભાંડો

ચીખલી તાલુકાનાં કાંગવઈ ગામના શંભુડા ફળિયાની યુવતીને ગણદેવી તાલુકાનાં પીપલધરા ગામનાં યુવક સાથે આજથી ૩ વર્ષ પૂર્વે ફેસબુક પર પરિચય થયો હતો.જે બાદમાં પ્રેમમાં પરિણમતા બન્નેએ મરજીથી એકાદ વર્ષ પુર્વે નવસારી કાલિયાવાડી ખાતે લગ્ન નોંધણી કરાવી હતી. પરંતુ વારંવાર વાયદા કરવા છતા યુવક તેના ઘરે લઈ જતો ન હતો. અને યુવતી પાસે નાણાંની માંગણી કરતો હતો. યુવતીની સોનાની નેકલેસ અને વીટી લીધા બાદ યુવતી મા બનવાનાં સમાચાર ઉશ્કેરાઈ જઈ માર- મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ અંગે પોલીસે ગણદેવી તાલુકાનાં પીપલધરાના યુવક, તેના પિતા, બહેન અને સંબંધીઓ સહિત પ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સમાબાનું કૃષાંગ સુરેશ પટેલએ નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર સમાબાનુ ને આજથી ત્રણેક વર્ષ અગાઉ ગણદેવી તાલુકાનાં પીપલધરા ગામનાં કૃષાંગ સુરેશ પટેલ નામના યુવક સાથે ફેસબુક પર પરીચય થયો હતો. ત્યારબાદ આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. અનેે. પત્ની તરીકેનો હક્ક ભોગવતો હતો.અને ર૦/૦૬/૧૭ ના રોજ બન્નેની મરજીથી નવસારી કાલિયાવાડી રજીસ્ટર લગ્ન કર્યા હતા. ત્યારે મારા પિતાને જાણ કરીશ અત્યારે તારે તારા માતા-પિતા સાથે રહેવું પડશે.

ત્યારબાદ કૃષાંગને ઘરે લઈ જવા માટે વાયદા કરતો અને એકવાર ઘરે લઈ જતા તેના માતા-પિતા અને બહેન ખુશ્બુ હાજર હતા. અને તેણે જણાવ્યું હતું કે અહીં રહેવુ હોય તો પ લાખ રૃપિયા આપવા પડશે ત્યારે પોતાની પાસે આપવા પૈસા ન હોવાનું જણાવતા તેને મારીને ઘરની બહાર કાઢી મુકી હતી. બાદમાં કૃષાંગે જણાવ્યું હતું કે હું તારા ઘરે આવીને રહીશ. મારા ધંધા માટે પૈસા નથી તેમ જણાવતા તેણીએ ૧ર૦ ગ્રામ સોનાનું નેકલેસ,, રીયલ ડાયમંડવાળી ૧ તોલાની વીટી આપી હતી. આ દરમિયાન ૧૮/૦પ ના રોજ તેણીએ કૃષાંગને માં બનવાનાં સમાચાર આપતા હમણા બાળક જોઈતુ નથી તુ નિકાલ કરી નાંખ કહી ઝઘડો કરી સમાબાનુના ઘરેથી ભાગી ગયો હતો. અને રર/૦પ ના રોજ આવીને તને મારાથી ગર્ભ રહેલ નથી તુ ખોટુ જણાવે છે. તેમ કહેતા નવસારી આનંદ હોસ્પિટલમાં લઈ જઈ ચેક કરાવતા પોઝેટિવ રીપોર્ટ આવ્યો હતો. આથી અબોર્શન કરવાનું જણાવી રોનકની સફેદ રંગની ગાડી લઈ ઘરે આવ્યો હતો. અને ધક્કો મારી વાળ પકડી નીચે પાડી નાંખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે કૃષાંગ સુરેશ પટેલ, ખુશ્બુ કુંતલ પટેલ, સુરેશ લાલાભાઈ પટેલ(તમામ રહે- પીપલધરા, તા. ગણદેવી) તથા રોનક પટેલ (રહે- નોગામા, તા.ચીખલી) તથા બ્રિજેશ પટેલ (કૃષાંગનો સંબંધી) એમ પાંચ જેટલા સામે આઈપીસી ૩ર૩, ૩પ૪, પ૦૪, પ૦૬(ર) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ પીએસઆઈ કે.એમ.વસાવા એ હાથ ધરી હતી.

Latest Stories