ચીન વર્ષ 2017 માં અવકાશમાં 30 મિશન મોકલશે

New Update
ચીન વર્ષ 2017 માં અવકાશમાં 30 મિશન મોકલશે

ચાઇના દ્વારા વર્ષ 2017માં 30 સ્પેશ લોન્ચ મિશન હાથ ધરીને દેશના અવકાશ ક્ષેત્રે એક વિક્રમી ઇતિહાસ રચવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચાઈનાના સૌથી મોટા રોકેટ વાહક લોંગ માર્ચ-5 અને બીજા લોંગ માર્ચ-7 દ્વારા સૌથી વધુ મિશન હાથ ધરવામાં આવશે.

લોંગ માર્ચ-5 કાર્યક્રમના ડિરેક્ટર જનરલ વાંગ યૂએ જણાવ્યું હતું કે વર્ષ 2017 ચીન માટે રોકેટ વાહક ક્ષેત્રે જટિલ વર્ષ છે અને લોંગ માર્ચ-5 દ્વારા ચેન્જ-5 ના વાહનની ચકાસણી થશે તેમજ ચંદ્ર પરની જમીનના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર પરત ફરશે.

આ સાથે ચીનના માનવ અવકાશ એન્જીનિયરિંગ ઓફિસ ના ડિરેક્ટર વાંગ ઝ્હૉયૉના અનુસાર તેના વધુ શક્તિશાળી વર્ઝન લોન્ગ માર્ચ 2 દ્વારા વર્ષ 2017 ના 6 માસના સમયગાળામાં ચીનના પ્રથમ કાર્ગો અવકાશયાન ટીએનઝોઉ-1 ને અવકાશમાં મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા વર્ષ 2015 માં 19 અને 2016 માં 22 લોન્ચ મિશન હાથ ધરવામાં આવ્યા હતા તેમજ જૂન 2016 માં લોન્ગ માર્ચ 7 રોકેટનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તે નવા રોકેટમાં વપરાતા ઝેરી રોકેટ ઇંધણ નો ઉપયોગ ક્રમશ ઘટાડવા તરફ પ્રયાસ કરી રહ્યું છે.

Latest Stories