ચીનને પાછળ છોડી ભારત એલપીજીનો સૌથી મોટો આયાતકાર બનશે

ચીનને પાછળ છોડી ભારત એલપીજીનો સૌથી મોટો આયાતકાર બનશે
New Update

ચીનને પાછળ છોડી ભારત ચાલુ મહિનામાં જ એલપીજીનો સૌથી મોટો આયાતકાર દેશ બની જશે. ભારતમાં હાલમાં લાકડા અને પ્રાણીઓના છાણનો ઇંધણ તરીકે ઉપયોગ કરવાનું ચલણ નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે અને લોકો હવે તેના સ્થાને એલપીજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.

ડિસેમ્બર મહિનામાં ભારતની એલપીજીની કુલ આયાત વધીને 24 લાખ ટન થઇ જશે. જે ચીનના 23 લાખ ટન કરતા વધારે હશે. ઉલ્લેખનીય છે કે 2015ની શરૃઆતમાં ભારતમાં 10 લાખ ટન એલપીજીની આયાત થતી હતી.

જોકે ત્યારબાદ ભારત સરકારે એલપીજીનાં ઉપયોગ વધારવાની પહેલ શરૃ કરી હતી. એલપીજીનાં સબસિડીવાળા સિલિન્ડરના જોડાણની સંખ્યા 2015માં 14 કરોડ હતી. જે વધીને હવે 18 કરોડ થઇ ગઇ છે. ભારત એલપીજીની મોટા ભાગની આયાત ખાડીના દેશો માંથી કરે છે. 2017ની શરૃઆતમાં એલપીજીની આયાત 1 લાખ ટન હતી. જે ડિસેમ્બરના અંત સુધીમાં વધીને 24 લાખ ટન થઇ જશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article