ચીનમાં હાઈડ્રોજન વડે ચાલતી વિશ્વની પ્રથમ હાઈબ્રિડ ટ્રામ શરૂ

New Update
ચીનમાં હાઈડ્રોજન વડે ચાલતી વિશ્વની પ્રથમ હાઈબ્રિડ ટ્રામ શરૂ

ચીનમાં હાઈડ્રોજન વડે ચાલતી વિશ્વની પ્રથમ હાઈબ્રીડ ઈલેક્ટ્રિક ટ્રામ શરૃ થઈ છે. ચીને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે કરેલી આ હરણફાળ ગણાય. ચીનના રેલવે રિલીંગ કોર્પોરેશને જણાવ્યું હતું કે આ ટ્રામને ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતના ટાંગશાનમાં વ્યાપારી ધોરણે શરૃ કરાઈ છે.

આ ટ્રામ માંથી ઉત્સર્જનમાં માત્ર પાણી જ નીકળે છે અને એક પણ પ્રદૂષણ બહાર પાડતી નથી. હાઈડ્રોજન બળતણનું તાપમાન 100 ડિગ્રિી સુધી જાળવવામાં આવે છે. એટલે નાઈટ્રોજન પણ પેદા થતો નથી.

આધુનિક લો-ફ્લોર ટેકનોલોજીને કારણે ટ્રામના ડબા ટ્રેકથી માત્ર 35 સેન્ટીમીટર ઊંચા છે એટલે પ્રવાસીઓ આસાનીથી ચઢઉતર કરી શકે છે. અને સ્ટેશન પર પ્લેટફોર્મની જરૃર નહીં પડે. આ ટ્રામમાં ત્રણ ડબા છે અને 66 બેઠકો છે. 40 કિલોમીટરની ઝડપે દોડે છે તેની સૌથી વધુ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રામ 136 વર્ષ જૂના ટાંગશાન શહેરના ટ્રેક પર ચાલે છે.

Latest Stories