છોટાઉદેપુર માંથી પિસ્તોલ  અને કારતુસ સાથે ચાર શખ્સો ઝડપાયા

New Update
છોટાઉદેપુર માંથી પિસ્તોલ  અને કારતુસ સાથે ચાર શખ્સો ઝડપાયા

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટનાં સેડી વાસન ચોકડી પાસે થી વડોદરા આર આર સેલે પિસ્તોલ અને કારતુસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી,અને કાર તેમજ મોબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી છે.

publive-image

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ સેડી વાસન ચોકડી પાસે થી વડોદરા આરઆરસેલ દ્વારા ક્રેટા કારમાં સવાર ચાર શખ્સોની ધરપકડ કરી હતી,તેમની તલાસી લેતા આરઆરસેલને 6 પિસ્તોલ અને 42 કારતુસ મળી આવ્યા હતા.પોલીસે હથિયારો જપ્ત કર્યા હતા,તેમજ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા પણ કબ્જે કરીને વધુ તપાસ હાથધરી હતી.

આરઆરસેલની તપાસમાં ચારેય આરોપીઓ મોરબીનાં હળવદ તાલુકાનાં હોવાનું જાણવા મળ્યુ છે.અને રૂપિયા 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને તેની પાછળનો તેઓનો ઈરાદો શું હતો તે અંગેની તપાસ શરુ કરી છે.

Latest Stories