છોટાઉદેપુરમાં વડોદરા રેન્જ આઈજીએ રેતી ખનન કૌભાંડનો કર્યો પર્દાફાશ

છોટાઉદેપુરમાં વડોદરા રેન્જ આઈજીએ રેતી ખનન કૌભાંડનો કર્યો પર્દાફાશ
New Update

ગેરકાયદેસર રેતી ખનનનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું છે વડોદરા રેન્જ આઇજીએ બાતમીના આધારે રેતી ખનન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે રેંજ આઇજીએ સપાટો બોલાવતાં ૪ હિટાચી મશીન અને રેતી ભરેલી ૭ ટ્રકો ઝડપી પાડી છે. જેના પગલે તમામ વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ટ્રકો ઝડપાતા જિલ્લાના ભૂસ્તર વિભાગની પોલ ખુલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી છોટાઉદેપુરના ઓરસંગ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યુ છે. પરંતુ રેત માફિયાઓ પર ભૂસ્તર વિભાગના કેટલાંક અધિકારીઓનો હાથ હોય તેવું લાગી રહ્યુ છે. આ મામલે સઘન તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article