છોટુભાઈ સામે નીતીશ કુમાર ઉભો રાખી શકે છે ઉમેદવાર

New Update
છોટુભાઈ સામે નીતીશ કુમાર ઉભો રાખી શકે છે ઉમેદવાર

જનતાદળ યુનાઇટેડ ( નીતીશ કુમાર ગ્રુપ ) વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ના આદિવાસી વિસ્તારોમાં પોતાના ઉમેદવાર ઉતારશે. વધુ માં 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોઈ પણ પક્ષ જોડે ગઠબંધન નહીં કરે તેવો ખુલાસો જેડીયુ નાં પ્રદેશ યુવા પ્રમુખ શાહિદ મન્સૂરી એ કર્યો છે.

મન્સૂરીએ એક વાત ચિત્તમાં મીડિયા ને જણાવ્યું કે ઝગડીયાથી છોટુભાઈ વસાવાની સામે ઉમેદવાર ઉતારવા અંગે નીતીશ કુમાર ટૂંક સમય માં નિર્ણય કરશે અને જો યોગ્ય લાગશે તો તેમની સામે અમે નવો ઉમેદવાર લાવીશું તેમ મન્સુરીએ સ્પષ્ટતા કરી હતી.

મન્સૂરી એ વધુ વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માં જેડીયુંના મેન્ડેટ નીતીશકુમાર આપશે અને અત્યાર સુધી કુલ 37 ઉમેદવારો ની પસંદગી થઈ ચુકી છે.

જનતા દળ યુનાઇટેડ નાં પ્રદેશ યુવા પ્રમુખ શાહિદ મન્સૂરી એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ભીલિસ્તાન ટાઇગર સેના આદિવાસીના હમદર્દ હોવાનો ઢોંગ કરે છે.

Latest Stories