/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04123425/WhatsApp-Image-2020-08-04-at-12.33.24-PM-e1596524677230.jpeg)
ભરૂચ જિલ્લામાં ખાતરની તંગી દુર કરવા માટે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાને પત્ર લખ્યો હોવા છતાં હજી સુધી કોઇ પરિણામ આવ્યું નથી. જંબુસર તાલુકામાં ખાતરની અછતના કારણે મંડળીઓ તેમજ દુકાનોની બહાર ખેડૂતોની કતાર જોવા મળી રહી છે.
ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઇ ગયાં છે પણ ખાતર પુરતાં પ્રમાણમાં મળતું નહિ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનો મોટાભાગનો સમય ખાતરની ખરીદીમાં જ વેડફાય રહયો છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહયાં બાદ ખેડૂતોને માંડ ત્રણ થેલી ખાતરની મળી રહી છે. જંબુસર શહેરમાં ખાતરનું વેચાણ કરતી મંડળીઓ તેમજ દુકાનોની બહાર ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. જેમાં સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી રહયાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો સતત મંડરાતો રહે છે. ખાતરની તંગી દુર કરવા માટે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાને પત્ર લખ્યો હોવા છતાં હજી સુધી કોઇ પરિણામ આવ્યું નથી.