/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04125106/JAMBUSAR-KAPAS-KHETI-e1596525676495.jpg)
જંબુસર તાલુકામાં ખાતરની અછત વચ્ચે પણ ખેડૂતોએ અત્યાર સુધીમાં 50 હજાર હેકટરથી વધારે જમીનમાં કપાસ સહિતના ખરીફ પાકોનું વાવેતર કરી દીધું છે.
જંબુસર તાલુકામાં અત્યાર સુધીમાં મેઘરાજાએ મહેર વરસાવતાં ખેતીલાયક વરસાદ થયો છે. ચોમાસાની સિઝનનાં બે માસ પૂર્ણ થઇ ગયા છે ત્યારે ખરીફ પાકનું વાવેતર સારા પ્રમાણમાં છે. જંબુસર તાલુકાની ખેતી વરસાદ પર આધારિત છે. જંબુસર અને આસપાસનો વિસ્તાર કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે. જંબુસર તાલુકામાં કપાસ, તુવેર, શાકભાજી અને ઘાસચારો મળી કુલ 50 હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયેલ છે. જેમાં કપાસ ૩૪,૭૩૮ હેકટર તુવેર ૧૩,૪૦૦ હેકટર, તલ ૨૩૬ હેકટર, શાકભાજી ૩૭૦ હેકટર, ઘાસચારો ૧,૫૫૦ હેકટરનો સમાવેશ થવા જાય છે. જંબુસર તાલુકાના ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ કરીને સારા પ્રમાણમાં ખરીફ પાકોનું વાવેતર કરે છે . ગત વર્ષની સરખામણીમાં કપાસનું વાવેતર વધ્યું છે.