જંબુસર તાલુકામાં પરીણિત મહિલાનું દોઢ વર્ષ સુધી જાતિયશોષણ કરનાર બે સામે ફરિયાદ

New Update
આણંદમાં ૭ વર્ષની ફૂટપાથ પર રહેતી બાળા પર દુષ્કર્મ

જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી પરીણિતા દહેગામ ગામના એક શખ્સની વાડીમાં પશુઓ માટે ચારો લેવા ગઇ હતી. ત્યારે તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના મિત્રએ પણ દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લાં દોઢ વર્ષથી બન્ને તેનું શોષણ કરતાં હોઇ પરીણિતાએ તેના પતિને ઘટનાથી વાકેફ કરતાં તેમણે બન્નેને ઠપકો આપવા જતાં તેને અને સંતાનને મારી નાંખવાની ધમકીઓ આપતાં કાવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના એક ગામની પરીણિતા દહેગામ ગામના શબ્બીર દાઉદ ગુલભા મલેકની વાડીમાં ચારો લેવા ગઇ હતી. તે વેળાં તેણે તેની સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચરી ઘટના અંગે કોઇને જાણ કરશે તો તેને અને તેના પરિવારને મારી નાંખવાની ધાકધમકીઓ આપી છેલ્લાં દોઢેક વર્ષથી તેનું જાતિય શોષણ કરતો હતો. દરમિયાન છેલ્લાં છ મહિના પહેલાં શબ્બીરનો મિત્ર વાહિદ સઇદુ અમીર મલેકે પણ એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ કરી તેનું શોષણ કરતો હતો.

પરીણિતાની પુત્રીના લગ્ન બાકી હોઇ તેમજ સમાજમાં બદનામીની બીકે તેણે પહેલાં બધુ સહન કર્યું હતું. જોકે હાલમાં તેની પુત્રીના લગ્ન થઇ જતાં તેણે તેના પતિને તમામ હકિકતથી વાકેફ કરતાં તેના પતિએ શબ્બીર તેમજ વાહિદને આ મામલે ઠપકો આપવા જતાં શબ્બીરે તેને ગોળી મારી દેવાની ધમકીઓ આપી હતી. જોકે બાદમાં હવે જો તેઓ બન્ને જબરજસ્તી કરે તો દંપતિએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન સાંજના સમયે પરીણિતા શબ્બીરની વાડી પાસેથી પસાર થઇ રહી હતી તે વેળાં શબ્બીરે તેને બળજબરી પુર્વક એકાંતમાં ખેંચી જતાં પરીણિતાએ તેનો વિરોધ કરતાં શબ્બીરે પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધાકધમકીઓ આપી હતી. જેના પગલે પરીણિતાએ આખરે કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

Latest Stories