જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કરાયું

New Update
જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કરાયું

જંબુસર પોલીસ લાઇન હેડ ક્વાર્ટરના વિશાળ ચોગાનમાં જંબુસર શહેર પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મૌલાના મદની મેમોરીયલ હાઇસ્કુલ ના NSS યુનિટ અને પોલીસ કર્મીઓ હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ કૌશલ્યા ડૂબે, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, ચંદ્રકાંત પટેલ, મનન પટેલ પપ્પુ દુબે, ડીવાયએસપી એ.જી. ગોહિલ પીઆઇ રાઠવા, મૌલાના મદની મેમોરીયલ હાઇસ્કૂલના આચાર્ય બશીર પટેલ સહીતના મહેમાનો હાજર રહયાં હતાં. વૃક્ષોના વાવેતરની સાથે તેના જતનનો પણ સંકલ્પ લેવાયો હતો.

Latest Stories