જન્માષ્ટમી પર અભિનેત્રી હેમા માલિનીનું કૃષ્ણ ભજન લોન્ચ થશે

New Update
જન્માષ્ટમી પર અભિનેત્રી હેમા માલિનીનું કૃષ્ણ ભજન લોન્ચ થશે

14 ઓગષ્ટે જન્માષ્ટમી નિમિત્તે અભિનેત્રી સાંસદ હેમા માલિની સંગીત ક્ષેત્રે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ તહેવાર નિમિત્તે હેમા માલિની 8 ટ્રેકનું ગોપાલ કો સમર્પણ નામનું ભજન આલબમ લોન્ચ કરવાના છે.

મુંબઈ સ્થિત જુહુ પરના ઇસ્કોન મંદિરમાં હેમા માલિની આ ભજન આલબમ લોન્ચ કરવા હાજરી આપવાની છે. આ ભજન આલબમમાં સંગીતનું કમ્પોઝિશન ઉસ્તાદ પંડિત જસરાજ, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત શિવકુમાર અને રાજન સાજન મિશ્રાએ આપ્યું છે, હેમા માલિનીએ આ ભજન આલબમ બનાવવાની ક્રેડિટ નારાયણ અગ્રવાલને આપી છે.

Latest Stories