જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ જવાનને સન્માન સાથે અપાઇ અંતિમ વિદાઈ

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ જવાનને સન્માન સાથે અપાઇ અંતિમ વિદાઈ
New Update

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની વાન કોઈ કારણસર પલટી મારી જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

શહીદ થનાર જવાન દિલીપસિંહ ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના વતની છે. આ જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાન દિલીપસિંહનાં માદરે વતન ભાવનગર જીલ્લાનાં કાનપર ગામમાં માતમ છવાઇ ગયો હતો. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા.

દિલીપસિંહને ત્રણ બહેનો છે જેમાં તેઓ સૌથી નાના ભાઇ હતાં. અત્રે ઉલેખનીય છે કે, તેમના કાકા પર આર્મીમાં હતા અને તેમના અને તેમના કાકાના દીકરા પણ આર્મીમાં નોકરી કરી રહ્યા છે. દિલીપસિંહ નો પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવા માટે વતન લાવવામાં આવ્યો અને આજરોજ વહેલી સવારે તેમને શ્રદ્ધાંજલિ, ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો સાથે શહિદ દિલીપસિંહની અંતીમ યાત્રામાં સમસ્ત ગ્રામજનો અને આસપાસના ગામના લોકો સહિત દેશ પ્રેમી જનતાએ હાજરી વચ્ચે શહિદ જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Here are a few more articles:
Read the Next Article