New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/terro750_1523410624_618x347.jpeg)
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મંગળવાર મોડી રાતથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં એક જવાન શહીદ થયો હતો અને બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા,
જાણકારી મુજબ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સને કુલગામના વનપોહ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એન્કાઉન્ટર શરૂ થયું હતું. બાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનોએ ખુદવાની વિસ્તારની ઘેરાબંધી કરીને વળતી કાર્યવાહી વધુ ધારદાર બનાવી છે.
Latest Stories