જમ્મુ - કાશ્મીરમાં આ વર્ષેમાં 200 થી વધુ આંતકવાદીઓને એલિમેનેટ કરાયા, નિર્મલા સિતા રામન

New Update
જમ્મુ - કાશ્મીરમાં આ વર્ષેમાં 200 થી વધુ આંતકવાદીઓને એલિમેનેટ કરાયા, નિર્મલા સિતા રામન

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સિતા રામન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટમાં તેઓએ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ સાંજના પાંચ કલાકે એક પત્રકાર પરિષદનુ આયોજન પણ કર્યુ હતુ. પત્રકાર પરિષદમાં નિર્મલા સિતા રામને જણાવ્યુ હતુ કે ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષ થી સારી સરકાર ચાલી રહી છે.

વિકાસની એક બ્લુ પ્રિન્ટ ગુજરાતમાં બની ચૂકી છે. તો સાથો સાથ રફેલ ડિલ વિશે જણાવતા સિતા રામને કહ્યૂ હતુ કે રફેલ ડીલમાં કોઈ ખામી રાખવામાં આવી નથી. રફેલ ડીલ એકદમ તેની પ્રક્રિયા મુજબ જ કરાઈ છે. તો સાથો સાથ ભારતીય સેનાની ત્રણે પાંખો કોઈ પણ સમયે યુધ્ધ માટે સક્ષમ છે. તેમજ નેવી, એરફોર્સ, થલ સેના માટે પૂરતા પ્રમાણમાં શસ્ત્ર સરંજામ છે.

ગુજરાતી માછીમારોનાં પાક મરિન દ્વારા કરવામાં આવતા અપહરણ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય મરીન લાઈન માછીમારો ક્રોસ કરે છે ત્યારે ત્યારે આ પ્રકારના બનાવો બને છે. માછીમારી કરતા લોકોની સુરક્ષા બાબતે પણ સરકાર ચિંતિત છે. તો ગુજરાતના મતદાતાઓના મુડ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા નિર્મલા સિતા રામને જણાવ્યુ હતુ કે મે મણિનગર સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. કોઈ પણ જાતની શંકા વગર અમે ગુજરાતમાં ફરી સરકાર બનાવી રહ્યા છીએ.

જમ્મુ અને કાશમીરમાં ચાલી રહેલ સેનાનાં ઓપરેશન અંગે નિર્મલા સિતા રામને જણાવ્યુ હતુ કે આતંકવાદીઓ નો નાશ કરવામાં અમને જમ્મુ કાશ્મીરનાં લોકોનો સાથ મળી રહ્યો છે. જમ્મુ - કાશ્મીરમાં આ વર્ષેમાં 200 કરતા વધુ એલિમેનેટ કર્યા છે.

Latest Stories