જમ્મુ-કાશ્મીરમાં રૂપિયા 1100 કરોડનાં  ખર્ચે વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ બનશે

New Update
જમ્મુ-કાશ્મીરમાં રૂપિયા 1100 કરોડનાં  ખર્ચે વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ બનશે

જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી ઉપર દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ બનાવીને ભારત વિશ્વવિક્રમ કરશે. 1100 કરોડ રૃપિયાનાં ખર્ચે તૈયાર થનારા બ્રિજની ઉંચાઈ 1177 ફૂટ હશે અને એ બ્રિજ લગભગ 111 કિલોમીટર લાંબો હશે. જમ્મુ-કાશ્મીરમાં કટડા અને કૌડીને જોડવાનું કામ કરનારો આ બ્રિજ 13 કલાક લાંબો રસ્તો 6 કલાક સુધી સીમિત કરીને પરિવહન સરળ બનાવશે.

એન્જિનિયરિંગની દૃષ્ટિએ અજાયબી ગણાય એવો આ બ્રિજ 1100 કરોડનાં ખર્ચે તૈયાર થશે. 1177 ફૂટ ઉંચો આ બ્રિજ તૈયાર થશે ત્યારે વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ હશે. અત્યારે વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ ચીનમાં છે. ચીનમાં બેઇપેન નદી ઉપર બનેલો બ્રિજ 902 ફૂટ ઉંચો છે. ભારતમાં બની રહેલો આ પુલ પેરિસનાં વિશ્વવિખ્યાત એફિલ ટાવર કરતા 114 ફૂટ ઉંચો હશે અને ભારતનાં જ કુતુબમિનાર કરતા તેની ઉંચાઈ 5 ગણી વધારે હશે.

Latest Stories