જય ગુજરાતીના મોત કેસમાં બેબી ટ્રેનના માલિક અને રાઈડર્સ ની ધરપકડ

જય ગુજરાતીના મોત કેસમાં બેબી ટ્રેનના માલિક અને રાઈડર્સ ની ધરપકડ
New Update

રાજકોટ શહેરના શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળામાં ગઇકાલે બેબી ટ્રેન નીચે કચડાતા ૩ વર્ષના જય વિજયભાઇ ગુજરાતીના મોત પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે સીસીટીવી કુટેજ જોતા બાળક બેબી ટ્રેન આસપાસ લગાવેલી રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાં ઘુસી ટ્રેક સુધી પહોંચી જાય તે નજરે પડે છે.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગુજરાતીને બે પુત્રી અને એક પુત્ર જય(ઉ.૩) છે. ગઇકાલે વિજયભાઇ તેના ત્રણ સંતાનોને લઇને પાડોશીઓ સાથે શાસ્ત્રીમેદાનમાં યોજાયેલા ખાનગી મેળામાં ફરવા માટે ગયા હતા. તમામ બાળકો જુદી-જુદી રાઇડનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્રણ વર્ષનો માસુમ જય પણ જંમ્પિંગમાં ઉછળકુદ કરતો હતો. ગુજરાતી પરીવારની બંને દિકરીઓ પણ અન્ય રાઇડની મોજ માણી રહી હતી. જમ્પિંગ કરી માસુમ જય વિંગમાંથી નીચે ઉતરી ગયો હતો અને ટહેલતો ટહેલતો બાજુમાંજ બેબી ટ્રેનની આજબાજુ લગાવેલી લોખંડની રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાંથી અંદર બેબી ટ્રેનના ટ્રેક સુધી પહોંચી જતા માસુમ જય ટ્રેનની નીચે આવી જતા તેનું માથુ કચડાઇ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા જયની ચીસોથી મેળો માણી રહેલા લોકો તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ જોઇ તપાસી તેનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યું હતું. બે બહેનના એકના અક માસુમ ભાઇના મોતથી ગુજરાતી પરિવાર પર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એમ.ડોડીયા તથા રાઇટર ધર્મેન્દ્રસિંહે તપાસ આદરી છે. પોલીસે મેળાના સીસીટીવી કુટેજ તપાસ્યા હતા. જેમાં માસુમ બાળક ટહેલતો ટહેલતો બેબી ટ્રેન આસપાસ લગાવેલી રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાંથી બેબી ટ્રેનના ટ્રેક સુધી પહોંચી ગયો હોવાનું નજરે પડતા મેળામાં સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાનું જણાઇ રહ્યું રાઇડટસ વચ્ચે કોઇ આડસ રાખવામાં આવી ન હોવાનો અને સુરક્ષાની પણ કોઇ વ્યવસ્થા નહી હોવાનો મૃતક જયના પિતા વિજયભાઇ ગુજરાતીએ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા અંગે ગુજરાતી પરિવારે માંગ કરી હતી.

જેમાં પોલિસે પ્રથમ સીસીટીવી તપાસતા બેબી ટ્રેનના રાઈડર્સ અને માલિકની ભુમિકા લાગતા. મૃતકના પિતાની ફરીયાદના આધારે બેદરકારી દર્શાવનારાની ધરપકડ કરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article