જહોન અબ્રાહમ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ કરશે

New Update
જહોન અબ્રાહમ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ કરશે

જોન અબ્રાહમ અને નિખિલ અડવાણી રૂપેરી પડદે ફરી સાથે કામ કરવાના છે. નિખિલ અડવાણીએ જ ટ્વિટરના માધ્યમથી આ વાત શેર કરી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત ફિલ્મમાં જોન અબ્રાહમ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

''જોન અબ્રાહમ નિખિલ અડવાણીની ફિલ્મમાં એસીપી સંજીવ કુમાર યાદવનું પાત્ર નિભાવશે. અમારી ફિલ્મમાં એનકાઉન્ટરના ત્રણ પાસા દર્શાવવામાં આવશે. આ પાત્ર માટે મને જોન યોગ્ય અભિનેતા લાગ્યો હતો. સંજીવ કુમાર યાદવનું પાત્ર ભજવવા મને એક ફિઝિકલ અને માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ કલાકારની જરૂર હતી. જે મને જ્હોનમાં જોવા મળ્યું હતું, તેમ નિખિલ અડવાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ ફિલ્મ વિશે હજી વધુ માહિતી આપવામાં આવી નથી. જોકે તેનું શૂટિંગ આ વર્ષના સપ્ટેમ્બરમાં શરૂથાય તેવી શક્યતા છે.

Also Read: અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ ‘ભાગમભાગની સિકવલની તૈયારી

Latest Stories