/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/maxresdefault-26.jpg)
રેનસમ વાયરસે વિશ્વભરની કોમ્પ્યુટર સિસ્ટમને બાનમાં લઈને યુઝર્સોને ભારે ચિંતાગ્રસ્ત કરી દીધા છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. તો ખાસ કરીને છેલ્લા બે દિવસથી રાજ્યની સરકારી કચેરીઓ રેનસમ વાઈરસનો શિકાર બની હોવાનું જાણવા મળ્યુ છે. રાજકોટ સાયબર સેલ પણ રેનસમ વાઈરસની ઝપટે ચડયુ છે.
રેનસમ વાઈરસની કોઇ એક પેટર્ન નથી. તે અલગ - અલગ સર્વર થી અલગ - અલગ લીંક થી તમારી સીસ્ટમ - સર્વરમાં કે ડિવાઈઝ પર હાવી થઇ શકે છે. આ વાઈરસ તમને સોશીયલ નેટવર્કિંગ સાઈટસ પરથી આવી શકે છે,તો ક્યારેક તમારા મેઈલમાં એટેચ થઈને પણ આવી શકે છે. તો ક્યારેક અમુક લીંક સાથે આવે છે.જેમાં ક્લીક કરવાથી તમારા કોમ્યુટર કે સિસ્ટમમાં તમે રેનસમ વાયરસ ને એન્ટર કરી ઇન્સટોલ કરવા સહમતી આપો છો. આ વાયરસ jepg, gif, xls, word જેવા અનેક ફોર્મેટમાં લીંક અપ થઇ તમારી સિસ્ટમ પર આવી શકે છે.
આ વાયરસ તમારી સિસ્ટમની અમુક ફાઇલ - ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો છો તે શોધે છે તે માટે ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને પછી અંતે તે ફાઇલનું ફોરમેટ ચેન્જ કરી નાંખે છે અને જેથી તમે જો તે ફાઇલ ફરી થી ઓપન કરવા જાઓ તો યા તો શોધી શકતા નથી યા તો ખોલી શકતા નથી.ક્યારેક આવી ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલોને આ વાયરસ માલવેર બનાવી દે છે જેથી તમે જ્યારે તે ઓપન કરવા પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય.
ત્યારબાદ સ્ક્રીન પર રેનસમનો મેસેજ આવે છે જે કહે છે ૫ દિવસમાં આટલા રુપિયા (બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસે થી વધુ બીટકોઇન ની માંગણી થાય છે. જે પુર્ણ ન થતા આપણે આપણો ડેટા સંપુર્ણ પણે ગુમાવવો પડે છે.
વાઇરસથી બચવા માટે શું કરવુ ?
- પેન ડ્રાઇવ નો ઉપયોગ ટાળો.
- અજાણ્યા લોકો નો ઇમેઇલ ચેક ન કરો.
- જાણીતા વ્યક્તિઓ પાસે થી આવેલ નવિન પ્રકારના વિષયો વાળા ઇ મેઇલ ને અવગણી નાખો.
- નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો
- રોજનું રોજ બેકઅપ લો
- ઓનલાઇન બેકઅપ પર પુરો ભરોષો ન રાખો
- અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટ કનેક્શન રાખવુ જરુરી ન હોય તો ન રાખો.
- લોભામણી વોટ્સએપ પોસ્ટ વિચાર્યા વગર ક્લીક ન કરો.
- રેનસમ વાયરસ જો તમારા કોમ્યુટરમાં આવે તો તે કોમ્પ્યુટર તુરંત બીજી સીસ્ટમ થી અલગ કરી નાખો.
- વિશ્વાસ પાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશ ઓન રાખો
રાજકોટ સાયબર સેલના ઇન્સ્પેકટર એન.એન.ઝાલાએ જણાવ્યુ હતુ કે સાયબર સેલની ટીમ રેનસમનો પેચ પણ તૈયાર કરી રહી છે જેથી કરી જે પણ ડેટા ઈન્ક્રિપ્ટ થયો છે તેને ડિક્રિપ્ટ કરી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.