જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – મિત્ર સાથે મતભેદ તમને ગુસ્સાહાળા સ્વભાવનો કરી મુકશે બિનજરૂરી તાણ ટાળવા માટે તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો રહ્યો. ગૃહપ્રવેશ માટે શુભ દિવસ. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

વૃષભ (બ,વ,ઉ) – લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો-આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો. પારિવારિક તાણને ગંભીરતાથી લેજો. પણ બિનજરૂરી ચિંતા તમારી માનસિક તાણમાં ઓર વધારો કરશે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. તમારા ગરમ મિજાજને કારણે કામના સ્થળે તમારા વિકાસ પર આજે પ્રતિકૂળ અસર થઈ શકે છે, તમારા જીવનસાથીની આક્રમકતા સાથે પનારો પાડવાનું આજે મુશ્કેલ બની શકે છે.

કર્ક (ડ,હ) – વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.

સિંહ (મ,ટ) - તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. આજે તમે તમારા પ્રિયપાત્રની ખોટ ખૂબ જ સાલશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

કન્યા (પ,ઠ,ણ) - તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

તુલા (ર,ત) - ચિંતાને લગતા વિચારો તમારી ખુશીને રોળી શકે છે. તમારી જાતને હંમેશાં હકારાત્મક બાબતોની અપેક્ષા રાખવા પ્રેરો તથા ર્દુઘટનાઓમાં પણ હાસ્ય શોધવાની તાલીમ આપો. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે.

વૃશ્વિક (ન,ય) - કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે, જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો.

ધનુ (ભ,ફ,ધ,ઢ) - અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમને લગ્નજીવનનની મુશ્કેલ બાજુની અંતિમ હદનો અનુભવ થશે.

મકર (ખ,જ) - તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. કાયદાકીય હસ્તક્ષેપ કજાચ લાભદાયક ન પણ નીવડે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

કુંભ (ગ,શ,સ,ષ) - ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે. તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

મીન (દ,ઝ,ચ,થ) - તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article