જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,,ઇ)- તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

વૃષભ (બ,,ઉ) ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. આજે કોઈક તમારા વખાણ કરશે. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો

મિથુન (ક,,ઘ) . મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે.વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે.

કર્ક (ડ,હ) આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે.

સિંહ (મ,ટ) – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે.સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

કન્યા (પ,,ણ) સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે.આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

તુલા (ર,ત) - તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રૉલ મૉડૅલ બનાવવા માટે સખત મહેનત કરો.આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે.

વૃશ્વિક (ન,ય) – તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

ધન (ભ,,,ઢ) – તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે.તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

મકર (ખ,જ) – મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે.તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે.

કુંભ (ગ,,,ષ) – દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

મીન (દ,,,થ) - આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article