જાણો કોની સાથે કઈ જગ્યાએ અને કેટલી તારીખના રોજ યોજાશે સોનમ કપુરના લગ્ન

New Update
જાણો કોની સાથે કઈ જગ્યાએ અને કેટલી તારીખના રોજ યોજાશે સોનમ કપુરના લગ્ન

બોલીવુડ એકટ્રેસ સોનમ કપુર પોતાના લવ અફેરને લઈ અવાર નવાર ચર્ચામા રહે છે. ક્યારેક તે વિદેશની ધરતી પર સાથે જોવા મળે છે. તો ક્યારેક મુંબઈની કોઈક હોટલમા બને સાથે ડેટ કરતા જોવા મળે છે. ત્યારે સોનમ કપુરના ફેન્સ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જી, હા સુત્રોનુ માનિયે તો 11 મેના રોજ સોનમ કપુર પોતાના બોય ફ્રેન્ડ બિઝનેસમેન આનંદ આહુઝા સાથે લગ્ન ગ્રંથી એ જોડાશે. સુત્રોનુ માનિયે તો હાલ સોનમ અને આનંદ લંડનમા રજા માણી રહ્યા છે.

જીનેવામા 11-12મેનારોજયોજાશેલગ્ન

સોનમ અને આનંદ ના લગ્નની તારીખ વેન્યુ સહિતની તમામ બાબતો નક્કી કરી લેવામા આવી છે. તો સાથો સાથ મહેમાનો તેમજ ઘરના સભ્યો માટેની ટિકિટ બુકિંગ પણ કરી દેવામા આવ્યુ છે. તો હાલ સોનમના પિતા અનિલ કપુર પોતે પણ આમંત્રિતોના ઘરે જઈ તેમને આમંત્રણ પણ પાઠવી રહ્યા છે. હિન્દુ રીતી રિવાજો અનુસાર લગ્ન કરાશે. ત્યારે સોનમ માટેનો વેડિંગ ડ્રેસ અબુ જાની સંદીપ ખોસલા ડિઝાઈન કરશે. સોનમ અને આનંદના લગ્ન 11-12ના રોજ જીનેવા મા થશે.

અનિલકપુરના 60માબર્થડેબાદરીલેશનશીપસામેઆવીહતી

ઉલ્લેખનીય છે કે કે છેલ્લા ઘણા સમયથી સોનમ અને આનંદ એક બીજા સાથે રીલેશન શીપમા છે. અનિલ કપૂરના 60માં બર્થડે સેલિબ્રેશનની પાર્ટીમાં પણ આનંદ આહુજા પહોંચ્યો હતો. ત્યારથી જ બંને રિલેશનશિપ સામે આવી હતી.

Latest Stories