જાણો ગ્રીન ટી થી થતા ફાયદા અને નુકશાન વિશે

New Update
જાણો ગ્રીન ટી થી થતા ફાયદા અને નુકશાન વિશે

આમ તો ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, ડોક્ટરો પણ આની સલાહ આપે છે જેનાથી ઘણા લાભ પણ થતા હોવાનું કહેવાય છે જેમકે તેના નિયમિત સેવનથી વજનમાં ઘટાડો થવો, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, પરંતુ ઘણા લોકો આ ફાયદા માટે ગ્રીનટી નો વધુ ઉપયોગ કરે છે જેના થી ફાયદા થવાના બદલે નુકશાન પણ થતુ હોવાનું કહેવાય છે.

સામાન્ય રીતે દિવસમાં 3 થી 4 વાર તેના સેવનથી વજન ઘટે છે પરંતુ તેથી વધુ જો ગ્રીન ટી પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

ગ્રીન ટીના વધુ ઉપયોગને કારણે શરીર પર તેની અવળી અસર પણ થઇ શકે છે જેના વિશે થોડુ જાણીએ

  • એસીડીટીની પ્રોબ્લમ થઇ શકે છે
  • ભૂખ ઓછી લાગે છે જેથી શરીરમાં કમજોરી અનુભવાય છે
  • ગ્રીન ટીમાં રહેલ ટેનિન તત્વને કારણે શરીરમાં લોહતત્વની ઉણપ સર્જાય છે
  • વધારે પાતળા થવાના વિચારને લઈને લોકો જમ્યા પછી તરત ગ્રીન ટી પીવે છે જે પાચનતંત્રને ખરાબ કરે છે.
  • પેટની ઘણી સમસ્યાઓ વધે છે અને દસ્ત પણ થઇ શકે છે
  • ઘણી વાર એલર્જી જેવી કે હોઠ પર સોજા આવી જવા, શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે
  • બેચેની, ચીડિયાપણું, અનિંદ્રા જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.
Latest Stories