જાણો નવરાત્રીનાં નવમા નોરતે મા સિધ્ધિદાત્રીનું પૂજન માહાત્મ્ય

New Update
જાણો નવરાત્રીનાં નવમા નોરતે મા સિધ્ધિદાત્રીનું પૂજન માહાત્મ્ય

આસો નવરાત્રીમાં નવમા નોરતે નવદુર્ગાનાં શક્તિ સ્વરૂપે સિધ્ધિદાત્રી દેવીનું પુજન અર્ચન કરવામાં આવે છે. આ આરાધનાથી ભક્તને બઘીજ સિધ્ધિઓમાં ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. ત્યારે નવમા દિવસે ક્યા પ્રકારે પુજન અર્ચન કરવુ જોઈએ તે અંગે શાસ્ત્રી અસિતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે આ દિવસે સાધકે સંપુર્ણ નિષ્ઠાથી પુજન આરાધના કરવી જોઈએ. આમ, કરવાથી સૃષ્ટીમાં સાધક ઈચ્છા શક્તિથી જે પ્રાપ્ત કરવુ હોય તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. બધી જ આસુરી શક્તિઓ પર સંપુર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ભગવતી ભક્તને પ્રદાન કરે છે.

માસિધ્ધિદાત્રીનીકૃપાથીશિવજીઅર્ધનારેશ્વરનામથીપ્રસિધ્ધથયા :

માર્કેન્ડય પુરાણ અનુસાર સાધક ભક્તને અણિમા, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રાકામ્ય, ઈશિત્ત્વ, વશિત્ત્વ આ આઠ સિધ્ધી સાધકને સાધનાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમા શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર બતાવેલ છે. મા સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને સમસ્ત સિધ્ધિઓ પ્રદાન કરે છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને પણ ભગવતીની કૃપાથી જ બધી સિધ્ધી પ્રાપ્ત થઈ છે. મા સિધ્ધિદાત્રીની કૃપાથી જ બધી સિધ્ધિ પ્રાપ્ત થાય છે. મા સિધ્ધિદાત્રીની કૃપાથી જ શિવજીનુ અડધુ અંગ દેવીનુ છે. તેના જ કારણે સમસ્ત લોકમાં તેઓ અર્ધનારેશ્વર નામથી પ્રસિધ્ધ થયા છે.

કેવુછેમાસિધ્ધિદાત્રીનુંસ્વરૂપ :

મા સિધ્ધિદાત્રીની ચાર ભુજા છે. તેમનું વાહન સિંહ છે. તે કમલપુષ્પ પર બિરાજમાન છે. તેમના હાથમા કમલ પુષ્પ ધારણ કરેલુ છે. દરેક મનુષ્યનુ કર્તવ્ય છે કે મા ભગવતી સિધ્ધીદાત્રી દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે પુજા આરાધના કરવી જોઈએ. તેમની સાધના માટે તત્પર રહે છે. ભક્તનાં બધા જ દુ:ખ ભય દુર કરે છે. સંસારના સુખો પ્રાપ્ત થાય છે, મા ભગવતી ભક્તને મોક્ષ પ્રદાન કરવા વાળા છે.

નવદુર્ગાઓમાં સિધ્ધિદાત્રી દેવીનું નવમા નોરતે પુજન કરવામાં આવે છે, અન્ય આઠ દુર્ગાઓનું પુજન આરાધના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરી દુર્ગા પુજનના નવમા દિવસે મા સિધ્ધિદાત્રી દેવીમા પોતાનું મન સ્થિર કરે છે. મા સિધ્ધિદાત્રીની સાધના પુર્ણ કરવાથી સાધકને લૌકિક પરલૌકિક બધી જ પ્રકારની કામના પુર્ણ થાય છે. ભક્તીની કૃપા પાત્ર ભક્તની કોઈપણ કામના અધુરી રહેતી નથી. તે સાધક મા ભગવતીનું શરણ પ્રાપ્ત કરતા મા તેને પરમ શાંતિ પ્રદાન કરતી હોય છે. મા ભગવતી આઠ સિધ્ધિ સાથે દિર્ઘ આયુષ્ય, દિવ્ય દ્વષ્ટી દુર શ્રવણ શક્તિ પરાક્રમી બળ, વાકચાતુર્ય, ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થાય છે.

यादेवीसर्वभूतेषुमाँसिद्धिदात्रीरूपेणसंस्थिता।

नमस्तस्यैनमस्तस्यैनमस्तस्यैनमोनम:

અર્થાત હે મા તમે સર્વત્ર બિરાજમાન છો અને મા સિધ્ધિદાત્રીના રૂપમા પ્રસિધ્ધ મા અંબા છો તમારા ચરણોમા સત સત વંદન અમારા હે મા અમને તમારી કૃપાના પાત્ર બનાવો.

નૈવેધતરીકેશુંભોગધરાવવો :

જે ભક્ત નવરાત્રીના નવમા નોરતે સિધ્ધિદાત્રી દેવીની પુજામા તલનો ભોગ લગાવી તેનો પ્રસાદ ગ્રહણ કરવાથી તે ભક્તને મૃત્યુ ભયથી રાહત મળે છે. તેને મૃત્યુનો ભય પણ રહેતો નથી. તેની બધીજ મુશ્કેલીઓ દુર થાય છે.

માસિધ્ધિદાત્રીનોધ્યાનમંત્ર :

वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।

कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥

स्वर्णावर्णा निर्वाणचक्रस्थितां नवम् दुर्गा त्रिनेत्राम्।

शख, चक्र, गदा, पदम, धरां सिद्धीदात्री भजेम्॥

पटाम्बर, परिधानां मृदुहास्या नानालंकार भूषिताम्।

मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल मण्डिताम्॥

प्रफुल्ल वदना पल्लवाधरां कातं कपोला पीनपयोधराम्।

कमनीयां लावण्यां श्रीणकटि निम्ननाभि नितम्बनीम्॥

Latest Stories