જાણો મધર્સ ડે પર તમારી મમ્મીને શુ ગીફટ આપી કરી શકો છો ખુશ

New Update
જાણો મધર્સ ડે પર તમારી મમ્મીને શુ ગીફટ આપી કરી શકો છો ખુશ

એવૂ કહેવાઈ છે કે સૌ શિક્ષક બરાબર એક માતા. કારણકે એક માતાજ હોઈ છે જે પોતાના બાળકોમાં સંસ્કારોનૂ સિંચન કરે છે તો બીજી તરફ પોતાના મમત્વ દ્વારા તેમના સંતાનો પર પોતાની મમતા ન્યોછાવર પણ કરે છે. એવૂ કહેવાઈ છે કે ત્યાગ, મમતા અને કરૂણા અને વાત્સલ્ય આ બધા શબ્દોનો જો કોઈ એક બંધ બેસ્તો પર્યાય આપવો હોઈ તો તે છે મા.. આ મા શબ્દની અંદર જ વાત્સલ્યતા છે તો સાથો સાથ છે પોતાના સંતાનો પ્રત્યેનો અખૂટ પ્રેમ..

દિકરી હોય કે દિકરો તેમની સૌથી પહેલી મિત્ર એ તેમની મા હોય છે, કારણકે માં એક એવી મિત્ર છે જે ક્યારેય તેમનૂ અહિત નથી ચાહિ શક્તી.. ત્યારે આજે મધર્સ ડે છે તેને લઈને યૂવાધનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાંય સંતાનોએ તેમની માતા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યા છે તો કેટલાંકે ગીફટ અને કાર્ડસની ખરિદી કરી છે. ત્યારે હાલ રાજકોટની ગીફટ આર્ટિકલ્સની દૂકાનોમાં પણ મધર્સ ડેને લઈને અવનવી વેરાયટીઝ આવી છે.

દરેક વર્ષ કરતાં આ વખતે મધર્સ ડે નિમિતે ગીફટ આર્ટીકલ્સની દૂકાનોમાં ઘણી ફેસીનીટીંગ રેન્જ આવી છે. આ વખતે આવેલી ખૂબજ આકર્ષણ ધરાવતી ગીફટ્સની વાત કરીયે તો

લવ યૂ મોમ ટેડી,

રીવોલ્વિંગ ફ્રેમ,

મેડલ ફોર મોમ,

મીરર ફ્રેમ,

પેન સ્ટેન્ડ ફોર મોમ,

ક્વોટેશન ફ્રેમ,

હેગીંગ ફ્રેમ ફોર મોમ

તો બીજી તરફ કાર્ડસમાં પણ ખૂબજ અવનવી વેરાયટીઝ આવેલી છે. તેની વાત કરીયે તો...

ડિઝાઈનર કાર્ડ

ફાઈવ રીઝન કાર્ડ,

ટેન રિઝન કાર્ડ,

વાય આઈ મોમ લવયૂ કાર્ડ,

મોમ યૂ આર બેસ્ટ ઈન ધ વર્લડ કાર્ડ,

તો આ વખતે કાર્ડસ પણ 6ઈંચથી લઈ દોઢ ફૂટ સૂધીના કાર્ડ અવેલબલ થયા છે...

ખરેખર કોઈએ સાચૂ જ કહ્યૂ છે કે જનની જોડ સખી નહી જોડે રે લોલ. માતાનૂ આપણા સૌ કોઈના જીવનમાં ખૂબજ મહ્તવ રહેલૂ છે.

Latest Stories