/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/maxresdefault-65.jpg)
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે પોતાના 2-1 થી જીત હાંસલ કરી હતી.તેમજ રાજકોટના જડ્ડુએ ઓલ રાઉન્ડર પર્ફોમન્સ આપીને ઉત્કૃષ્ઠ દેખાવ કરતા તેના પરિવારજાણો તેમજ ખાસ કરીને પત્ની રિવાબા એ પણ ખુશી વ્યક્ત કરી હતી.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રિવાબાએ જણાવ્યુ હતુ કે રવિન્દ્રના હાલ પરફોર્મન્સથી હુ ખુબ જ ખુશ છુ. તો સાથો-સાથ જયારથી મારૂ નામ રવિન્દ્ર સાથે જોડાયુ છે ત્યારથી તેમના પરફોર્મન્સનો ગ્રાફ ખુબ જ વધ્યો છે. વધુમાં તેઓએ રવિ જે રીતે પોતાનું બેટ મેચ જીત્યા બાદ તલવારની જેમ ફેરવે છે તે મને ખુબ જ ગમે છે,કારણ કે તલવારની જેમ બેટ ફેરવવુ તે રાજપુતાની શાન છે.
વધુમાંરિવાબા જાડેજાએ જણાવ્યુ હતુ કે રવિ ખુબ જ હાર્ડ વર્ક કરે છે. તેમજ ફેમિલી થી પણ વધુ તે પોતાના કરીયરમાં ધ્યાન આપે છે, અને કેરિયર પર જ વધુ ફોકસ કરી રહ્યો છે. છેલ્લા મે માસથી તેના પરફોર્મન્સમાં પણ ફરક જોવા મળ્યો છે.