જામનગર: ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના સ્ટોલને ખુલ્લો મુકાયો

New Update
જામનગર: ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના સ્ટોલને ખુલ્લો મુકાયો

ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર માં અનેક તહેવારો ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય છે. ત્યારે આગામી દિવસોમાં ગણપતિ મહોત્સવ આવતો હોય ત્યારે ગણપતિ વિસર્જન ના લીધે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકશાન ના થાય તે માટે આ વર્ષે ઇકો ફ્રેંડલી ગણપતિ સ્થાપન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનાભાગ રૂપે આજે વિરોધપક્ષ દ્વારા જામનગર માં ઇકોફ્રેંડલી ગણપતિ સ્ટોલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગણપતિ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે શહેરીજનો ગણેશ મહોત્સવને ઉજવવા અધીરા બન્યા છે. આ વર્ષે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય લોકો માટીની ગણેશ ભગવાનની મૂર્તિ ખરીદી રહ્યા છે. ત્યારે જામનગરમાં ગ્રીન સીટી નજીક આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્ટોલને ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટોલધારક અતુલભાઈ પ્રજાપતિ, દિગુભા જાડેજા, કોર્પોરેટર દેવશી આહીર, આનંદ ગોહિલ, જૈનાબબેન ખફી, નીતાબેન પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories