જામનગર:મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો વેરા વધારો ફગાવતી સ્ટેન્ડિંગ કમિટી

જામનગર:મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો વેરા વધારો ફગાવતી સ્ટેન્ડિંગ કમિટી
New Update

જામનગર મહાનગર પાલિકાના વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટ માં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો ૩૭.૬૫ કરોડનો કરબોજ શહેરીજનોએને સીધી અસર કરતો હોય જેનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મિલકતવેરો, પાણીવેરા માં સૂચવેલા વધારાને ફગાવી દઈ પ્રજાજનો માટેના હળવા બજેટને લીલીઝંડી આપવાની સાથે સાથે શહેરમાં પ્રજાજનોની સુખાકારી માટે નવી વ્યવસ્થાઓની જોગવાઈ કરતું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડ તરફ રવાના કર્યું છે.

જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હૉલ માં સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટ માં મિલકતવેરો અને પાણીવેરો દર માં સૂચવવામાં આવેલા ૩૭.૬૫ કરોડના કરબોજને ફગાવી દઈ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતી નવી યોજનાઓનો સમાવેશ કરતું બજેટ મંજૂર કરી નવનિયુક્ત કમિશનર સતિશ પટેલની હાજરીમાં લીલીઝંડી આપી હતી.

publive-image

સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરયેલ બજેટ માં મહત્વ પૂર્ણ સુધારા કર્યા હતા જે અંતર્ગત રૂપિયા ૨૦ કરોડના ખર્ચે ટાગોર કલ્ચર કોમ્પલેક્ષ બનાવાવનું કામ ટીપી સ્કીમ નંબર ૧ ના ફાઇનલ પ્લોટ નંબર ૯૧ ઉપર ૨૦ કરોડ ના ખર્ચે, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ, રણજીતસાગર રોડ ઉપર ૩.૫૦ કરોડ ન ખર્ચે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવાનું કામ, પીપીપી ના ધોરણે 0 નવી સી.એન.જી. બસ વસાવી પ્રદૂષણ મુક્ત પરિવહન યોજના,બેડી જંકશન થી સમર્પણ સર્કલ સુધી રૂપિયા ૧૬ કરોડ ના ખર્ચે રિંગ રોડ પહોળો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેર માં ત્રણ નવા સ્વિમિંગ પુલ રૂપિયા ૧૫ કરોડ ના ખર્ચ ની જોગવાઈ કરવામાં આવી છે ખંભાળીયા રોડ અને રાજકોટ રોડ પર ધૂંવાવ નજીક બે તળાવ દેવલોપ કરવા શહેર માં રખડતા ખુટીયા ને રસીકરણ કરવું તેમજ રસ્તે રઝડતા પશુઓનો ત્રાસ દૂર કરવા પશુઓનું ટેગિંગ,લીલો ઘાસચારો વેંચતા સામે ફોજદારી ફરિયાદ કરવી સહિતના મહત્વ પૂર્ણ સૂચનો બજેટ માં સૂચવાયા છે.

Here are a few more articles:
Read the Next Article