જીતુ રાયએ  21મા કોમનવેલ્થ ગેમ્સના પાંચ દિવસે ભારતને એક વધુ ગોલ્ડ અપાવ્યો 

New Update
જીતુ રાયએ  21મા કોમનવેલ્થ ગેમ્સના પાંચ દિવસે ભારતને એક વધુ ગોલ્ડ અપાવ્યો 

21મા કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમા દિવસે પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં જીતુ રાયે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સ્પર્ધામાં ભારતના ઓમ મિથરવાલને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મુકાબલામાં જીતુએ 235.1 અંક મેળવ્યા હતા. જ્યારે કે મિથરવાલને 214.3 અંક મળ્યા હતા. આ સાથે જ ભારતના ખાતામાં 8મો ગોલ્ડ આવ્યો છે.

આ પહેલા સોમવારે વેઈટ લિફ્ટિંગમાં પ્રદીપ સિંહે પુરુષોના 105 કિલો ભારવર્ગમાં સિલ્વર મેડલ જીત્યું હતું. પ્રદીપે કુલ 352 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. તેમણે સ્નૈચમાં 152 અને ક્લીન એન્ડ જર્કમાં 200 કિલોગ્રામ વજન ઉઠાવીને આ મેડલ જીત્યું હતું

આ સાથે જ ભારતે 8 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ મળીને કુલ 15 મેડલ મેળવ્યા છે. મેડલ ટેલીમાં તે ત્રીજા સ્થાન પર છે.

Latest Stories