/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/34843633_380698622435580_8544851870777081856_n.jpg)
ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડામાં ઉત્તરો-ઉત્ત્ર વધારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ તાલુકાની વડાલ ચોકીના નેશનલ હાઈવે ઉપર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ લોકોનાં મોતને ભેટ્યા છે અને ૨૫ થી વધુ લોકોને ઈજા થવા પામી છે.
હાઇવે પર અકસ્માત થતા લોકોની મોતની ચિચયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ઘટનાની જાણ પોલીસને ૧૦૦ નંબર પર કરાઇ હતી. અકસ્માતમાં ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માકની જાણ થતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી.દરમિયાન ઘટના સ્થળનું પંચનામું કરવા આવેલ પોલીસની ગાડીને પણ અકસ્માત થવા પામ્યો હતો.જેમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પોલીસની ગાડીને ટક્કર મારતા તે રોડની નીચે ઉતરી ગઇ હતી. પોલીસની ગાડીમાં ૧ જીઆરડી અને ૨ પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને પણ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વડાલ ચોકી પાસે ઉભેલા બંધ ટ્રકને પાછળથી ખાનગી ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.