/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/05142106/maxresdefault-53.jpg)
જુનાગઢ શહેરના ઉબડખાબડ માર્ગમાં પડેલા ખાડામાં એક ડમ્પર ફસાઈ ગયું હતું, ત્યારે JCBની મદદ લઈ કલાકોની ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે. જેમાં શહેર, હાઈવે સહિત નેશનલ હાઈવે પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત બિસ્માર માર્ગના કારણે બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
જુનાગઢ શહેરના મધુરમ-વંથલી રોડ પર ઉબડખાબડ અને બિસ્માર માર્ગમાં પડેલા ખાડાના કારણે એક ડમ્પર ફસાઈ જવાની ઘટના સર્જાઈ હતી. જોકે બિસ્માર માર્ગમાં એક ફૂટ ઊંડે સુધી ખાડામાં ડમ્પર ફસાઈ ગયું હતું, ત્યારે JCB દ્વારા ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું