જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે 3 ગણો ઓછો, ખેડૂતોમાં ભારે રોષ

જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે 3 ગણો ઓછો, ખેડૂતોમાં ભારે રોષ
New Update

જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે નવી જણસીની આવક શરૂ થવા લાગી છે. જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો ભાવ ગત વર્ષ કરતા પ્રમાણમાં 3 ગણો ઓછો મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીની આવક શરૂ થતાં ખેડૂતોને કપાસ અને મગફળીનો ભાવ ઓછો મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં મગફળીની હરાજીમાં મણનો ભાવ 550થી 800 રૂપિયા અને કપાસના મણનો ભાવ 700થી 800 રૂપિયા હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી વર્તાઇ છે, ત્યારે ગત વર્ષ કરતા 3 ગણો ઓછો ભાવ મળતા ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે ચાલુ વર્ષે  ખેડૂતોને રવી પાક તેમજ મૌસમનો વરસાદ પડવાના સમયે ખેડૂતોને રૂપિયાની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે. એક તરફ ખેડૂતોના ખેતરમાં અતીવૃષ્ટિને કારણે સંપૂર્ણ પાક નિષ્ફળતાના આરે છે, તો બીજી તરફ તૈયાર થયેલ જણસીનો ભાવ ખૂબ જ ઓછો મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની પડ્યા ઉપર પાટા જેવી હાલત થવા પામી છે.

#ConnectGujarat #Junagadh News #Bhesan #Beyond Just News #Junagadh Farmer
Here are a few more articles:
Read the Next Article