જેતપુર : સૌરાષ્ટ્રના સેન્ટર જેતપુરમાં ધવલ ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રથમ વખત ફુટબોલ કપનું આયોજન

જેતપુર : સૌરાષ્ટ્રના સેન્ટર જેતપુરમાં ધવલ ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રથમ વખત ફુટબોલ કપનું આયોજન
New Update

ધવલ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફુટબોલ કપ’ 5 એ સાઈડ નાઈટ ફુટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ. રવિવારના સાંજે ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફુટબોલની નવી સવાર લઈને આવી જયારે એસ.એસ.વી. ફરેણી, ડ્રીમ એફ.સી, વોરીયર્સ એફસી, સેવન સ્ટાર સ્પોર્ટસ કલબ સુરેન્દ્રનગર તેમજ સ્પાર્ટન્સ એફસી એમ વિવિધ ટીમોએ ભાગ લઈ ‘ધવલ ફુટબોલ કપ’ના પહેલા અધ્યાયને સફળ બનાવ્યો હતો. ખૂબજ રસાકસી બાદ 1-૦ થી સેવન સ્ટાર કલબે સ્પાર્ટન્સ એફસીને હરાવી ચેપીયન્સ કપ પોતાની ટીમના નામે કરેલ હતો.

ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ તમામ ધવલ ફેમિલીના શ્રેષ્ઠ સુયોજીત આયોજન અને સંચાલનથી એ શ્રેષ્ઠતમ ફુટબોલનું આયોજન શક્ય બન્યું, જયારે સ્કૂલ મેનેજમેન્ટનો અદ્રિતીય સહકાર તમામ ધવલ ફેમિલીનો જુસ્સો વધારતો રહે છે. ત્યારે ટુર્નામેન્ટનું પરિણામ કંઈપણ હોય, અંતે જીત રમતનીજ થાય છે.

Here are a few more articles:
Read the Next Article