જો વરસાદ આજે વિઘ્ન ના બને તો ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વનડેમાં આજે ટકરાશે

New Update
જો વરસાદ આજે વિઘ્ન ના બને તો ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વનડેમાં આજે ટકરાશે

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની પોતાની પાંચમી મેચ આજે શ્રીલંકા સામે રમશે જોકે વરસાદના કારણે શ્રીલંકાની છેલ્લી બે મેચ રદ થઈ હતી. ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

આજની મેચમાં રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સપ્ટેમ્બર ૨૦૧૬ બાદ પ્રથમ વખત વનડે એક બીજા સામે ટકરાશે. અત્યાર સુધી રમાયેલ ૧૨ વર્લ્ડ કપ માંથી આંઠમા બંન્ને ટિમો વચ્ચે ઓછામાં ઓછી ૧ મેચ તો રમાઇ છે. શ્રીલંકાના ઝડપી બોલર નુવાન પ્રદીપ અને લસીથ મલિંગા પર આજે બોલિંગની સંપૂર્ણ જવાબદારી રહેશે.

ઓવલ ના મેદાન માં આજનું ૧૩ થી ૨૧ ડિગ્રી તાપમાન છે. જેથી વરસાદ પણ બંન્ને ટિમ માટે વિલન સાબિત થઈ શકે છે.

Latest Stories