ઝંઘારના વિદ્યાર્થીઓએ ગણેશજીની માટીની પ્રતિમાઓ બનાવી

New Update
ઝંઘારના વિદ્યાર્થીઓએ ગણેશજીની માટીની પ્રતિમાઓ બનાવી

દુંદાળા દેવના 10 દિવસના મહાપર્વ ગણેશ મહોત્સવનો સોમવારના રોજથી રંગેચંગે પ્રારંભ થયો છે. પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓના વિસર્જન કરવાથી જળસૃષ્ટિને થતાં નુકશાનને અટકાવવા હવે માટીની મુર્તિઓનું ચલણ વધી રહયું છે.

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડૉ. રામચંદ્ર પરમારના માર્ગદર્શન હેઠળ ઝંઘારના સંભવ એજયુકેશન સેન્ટરના બાળકોએ માટીમાંથી ગણપતિ દાદાની કલાત્મક પ્રતિમાઓ બનાવી તેનું પ્રદર્શન યોજયું હતું. ગામમાં કાર્યરત આ સેન્ટર ખાતે બાળકોને વિના મુલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને તેનું સંચાલન સુરેશ માસ્ટર કરી રહયાં છે.

Latest Stories