/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08110655/IMG_20191107_112623.jpg)
ઝઘડિયા પંથકમાં આજરોજ વહેલિ સવારે ભારે પવન સાથે આવેલ વરસાદે બચેલો ખેતીનો પાક પણ નષ્ટ કર્યો, આજે સવારે ૬ વાગ્યાના અરસામાં ગાજવીજ અને ભારે પવન સાથે આવેલ વરસાદે ખેતીમાં નુકસાન લાખો રૂપિયાનુ કર્યું , કપાસ અને તુવેરના પાકને નુકસાન થવા પામ્યું છે. છોડ પર તૈયાર કપાસ ભીનો થઇ પાક નિષ્ફળ બન્યું છે. કેટલાક વિસ્તારમાં બે કલાક થી વધુ વરસાદ વરસતા ખેડૂતો અસમંજસમાં મુકાયા હતા.
ઝઘડીયા તાલુકામાં મહા વાવાઝોડાની અસર જોવા મળી હતી.
વહેલી સવારથી વાદળો છવાયા હતા અને પવન સાથે વરસાદ વરસ્યો
હતો જેથી ખેડૂતોને તુવેર અને કપાસ જેવા પાકમાં નુકસાન થવા પામ્યું હતું.
આજરોજ સમગ્ર ઝઘડિયા તાલુકામાં મહા વાવાઝોડાની અસર
જોવા મળી વહેલી સવારથી વાદળો છવાયા અને પવન ફુકાતા કપાસ અને તુવેરના છોડ પડી ગયા
હતા અને કમોસમી વરસાદના કારણે કપાસના
તૈયાર પાકમા પાણી ભરાઈ જતાં કપાસની ખેતીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, ઝઘડીયા તાલુકાના ગોવાલી, રાણીપુરા, અવિધા, રાજપારડી, ભાલોદ, ઓરપટાર,ટોઠીદરા, ઉમલ્લા, પાણેથા જેવા ગામોમાં
કપાસ અને તુવેરના ખેતરોમાં ઊભા છોડ ધીમી ગતિએ ફુકાયેલા પવનના કારણે પડી જતાં
ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો, કપાસના ખેતરોમાં તૈયાર પાકમા વરસાદનું
પાણી ભરાઇ જતા પાક નિષ્ફળ થયો હતો.
ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના મુલદ, ગોવાલી, રાણીપુરા, અવિધા, ભાલોદ, ઓરપટાર, ટોઠીદરા, તરસાલી, પાણેથા જેવા નદી
કાંઠાના ગામોને નર્મદા સરદાર સરોવર ડેમમાથી નર્મદા નદીમા પાણી છોડવામા
આવતા ખેતરોમાં પાણી ભરાવાથી લાખો
રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારબાદ પાયમાલ થયેલા કેટલાક ખેડૂતોએ
ફરીવાર પોતાના ખેતરોમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું જેમાં આજરોજ કમોસમી
વરસાદ વરસતા નવા વાવેતર કરાયેલ અને તૈયાર પાકમાં પાણી ભરાઇ જતાં ફરી એક વાર
નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે