/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/11111526/bvnvb-1.jpg)
ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૪૧ લાર્ભાથીઓએ લાભ લીધો હતો. જેમાં મોતીયાના ઓપરેશન વાળા ૨૮ તથા આંખના અન્ય રોગના ૫૮ દર્દીઓને ઝઘડીયાની સેવા રૂરલ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.
જરૂરિયાત વાળા ૬૭ દર્દીઓને ચશ્માં તથા દવાની જરૂરિયાતવાળા ૧૬ દર્દીઓને દવા આપવામાં આવી હતી.જ્ઞાન યોગ આશ્રમના મહંત કુષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, શીયાલી ગામ અંતરિયાળ ગામ છે જ્યાં ગરીબ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નેત્રરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અંકલેશ્વર તાલુકા ના સજોદ તથા ભરૂચ તાલુકાના નવેથા ગામે પણ નેત્રરોગ નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ સેવાકાર્યમાં ઝગડીયાની સેવારૂરલ સંસ્થાનો સારો સહયોગ સાંપડયો છે.