New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-204.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં સમર્થન સાથે મેદાનમાં ઉતરનાર ઝઘડિયાનાં આદિવાસી આગેવાન છોટુભાઈ વસાવાએ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેઓનું એન્કાઉન્ટર કરાવવા માંગતા હોવાનાં ગંભીર આક્ષેપ કર્યા છે.
આ સંદર્ભે છોટુભાઈ વસાવાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેઓ અમિત શાહનાં નામ સાથે કહી રહ્યા છે કે પોતાના ખાસ પોલીસ ઓફિસરો દ્વારા તેઓ મારું એન્કાઉન્ટર કરાવવા માંગે છે.
ઝઘડીયા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી ઉમેદવારી કરનાર છોટુભાઈ વસાવાએ ભાજપથી ખતરો હોવાની વાત ઉચ્ચારી છે.
વધુમાં છોટુભાઈ વસાવાએ ચૂંટણી પંચમાં રજૂઆત કરીને જરૂરી સુરક્ષા કવચ માંગ્યુ છે,પરંતુ કોઈજ મદદ મળી રહી નહોવાનું પણ જણાવ્યું હતું.
Latest Stories