"ટાઈમ'ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોની દાવેદારીમાં મોદી, ટ્રમ્પ અને પુતિન

New Update
"ટાઈમ'ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોની દાવેદારીમાં મોદી, ટ્રમ્પ અને પુતિન

'ટાઈમ' મેગેઝિનને દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોની આખરી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને દક્ષિણ કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉનના નામ પણ સમાવ્યા છે.

'ટાઈમ' મેગેઝિન દર વર્ષે કુલ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરે છે, જેમાં આ વર્ષે ફરી એકવાર વડાપ્રધાન મોદીને સ્થાન મળી શકે છે. 'ટાઈમ' મેગેઝિને જાહેર કરેલી આખરી યાદીમાં માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ સત્ય નદેલા, ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોના નામનો પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે.

'ટાઈમ' મેેગેઝિન છેલ્લાં એક દાયકાથી આ પ્રકારની યાદી જાહેર કરે છે, જેને વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા મળી છે. આ વર્ષના દાવેદારોમાં ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ, ફેસબૂકના વડા માર્ક ઝકરબર્ગ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ છે. આ વર્ષના વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિના નામ એપ્રિલ માસમાં જાહેર કરવામાં આવશે. આ માટે 'ટાઈમ' મેગેઝિને તેના વાચકોને ઓનલાઇન વૉટિંગ કરવાની પણ અપીલ કરી છે,

Latest Stories