ટ્રેનની ઇ-ટિકિટમાં સગર્ભાની હશે કોલમ, મહિલાઓ માટે લોઅર બર્થ કોટા

New Update
ટ્રેનની ઇ-ટિકિટમાં સગર્ભાની હશે કોલમ, મહિલાઓ માટે લોઅર બર્થ કોટા

મહિલાઓ માટે હવે ટ્રેનોની લોઅર બર્થનો કોટા નક્કી કરી દેવામાં આવ્યો છે. અલગ-અલગ કેટેગરીના કોચમાં અલગ-અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે. સર્ક્યુલર પ્રમાણે, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે છ-છ બર્થ રિઝર્વ રાખવામાં આવશે. આ જ રીતે ગરીબ રથના એસી-3 કોચમાં પણ છ બર્થ નક્કી કરવામાં આવી છે. 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ અને સેકન્ડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ કરવામાં આવી છે. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને મહત્વ આપવામાં આવશે.

બોર્ડના જણાવ્યા પ્રમાણે, રાજધાની અને દુરંતોની સાથે-સાથે સંપૂર્ણ એસી ટ્રેનોના એસી-3માં 4 લોઅર બર્થનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના એસી ક્લાસમાં ત્રણ લોઅર બર્થને રિઝર્વ કરવામાં આવી છે. મહિલાઓને લોઅર બર્થ કન્ફર્મ કરવા માટે રેલવેની આઇટી બ્રાન્ચ ક્રિસ દ્વારા રિઝર્વેશન સિસ્ટમમાં નવા સોફ્ટવેરને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં તેને લાગુ કરવામાં આવશે

Latest Stories