ડાંગ જિલ્લાના BPL ખેડૂતોને શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાય માટે ફોર્મ ભરવા કરાયો અનુરોધ

ડાંગ જિલ્લાના BPL ખેડૂતોને શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાય માટે ફોર્મ ભરવા કરાયો અનુરોધ
New Update

ડાંગ જિલ્લા પ્રાયોજના વહિવટદારની કચેરી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ, વર્ષ ર૦૧૯/ર૦ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત, જિલ્લાના આદિજાતિ ખેડૂતોને શાકભાજીના બિયારણ, તથા ખાતરની સહાય આપવાની થાય છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા ૦ થી ૨૦ સ્કોર ધરાવતા બી.પી.એલ. આદિજાતિ ખેડૂત ખાતેદારોને તા.૩૦/પ/ર૦૧૯ થી તા.૭/૬/ર૦૧૯ સુધીમાં આ અંગેના ફોર્મ મેળવી લેવા, તથા ભરેલા ફોર્મ તા.૯/૬/ર૦૧૯ સુધીમાં પરત જમા કરાવવા માટે જણાવાયું છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાયોજના વહિવટદારની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ, આહવા, જિ.ડાંગનો સંપર્ક સાંધવા પણ અનુરોધ કરાયો છે.

Here are a few more articles:
Read the Next Article