ડાંગની રાજધાની સરીતા ગાયકવાડની એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશન માટે પસંદગી

New Update
ડાંગની રાજધાની સરીતા ગાયકવાડની એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશન માટે પસંદગી

ડાંગની રાજધાની તરીકે ઓળખાતી દોડવીર કુમારી સરીતા ગાયકવાડે તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને કારણે ઊંચી ઉડાન ભરવામાં સરફળતા મેળવી છે. તાજેતરમાં એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ કોમ્પિટિશન માટે જારી કરાયેલી પસંદગી યાદીમાં 4 x 400 મીટર રીલે ( ઈન ફોર ) માં સરીતા ગાયકવાડની પસંદગી થઇ છે.

છેલ્લા છ માસ દક્ષિણ ભારતના કેરાલામાં એથ્લેટિક્સનાં આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનનાં માર્ગદર્શન હેઠળ,પોતાની કાયાને કસીને તૈયાર કરી રહેલી સરીતા ગાયકવાડની સને 2017નાં વર્ષમાં રાષ્ટ્રીય , આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સહિત નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ સ્તરે કરેલા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને તાજેતરનાં ફિટનેશ લેવલને આધારે ,એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેની પસંદગી કરવામાં આવી હોવાનું સરીતાએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ.

publive-image

આ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા 36 એથ્લેટ્સ સાથે ડાંગની સરીતા ગાયકવાડ પણ તારીખ 8મી ફેબ્રુઆરી 2018નાં રોજ દિલ્હી થી જકાર્તા ( ઇન્ડોનેશિયા ) માટેની ઉડાન ભરશે.

જ્યાં સરીતા તારીખ 11 થી 14 ફેબ્રુઆરી 2018 દરમિયાન આયોજીત આ કોમ્પિટિશનમાં ભાગ લેશે.ડાંગની આ દોડવીર દેશને પદક અને ગૌરવ અપાવે તે માટે લોકોએ તેને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

બી.એમાં ગ્રેજ્યુએટ થયેલ સરીતા હાલમાં અમદાવાદ ખાતે ઇન્કમ ટેક્સ વિભાગમાં જોબ પણ કરે છે.સરીતા ગાયકવાડે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દેશ વિદેશમાં યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા ઉપરાંત વર્ષ 2020માં યોજાનાર ઓલમ્પિકમાં સ્થાન મળે તે માટે તે તનતોડ મહેનત કરી રહી છે.

Latest Stories