તમિલનાડુનાં પૂર્વ સીએમ જયલલિતાનાં મોતની તપાસના આદેશ આપતા સીએમ પલાનીસ્વામી

New Update
તમિલનાડુનાં પૂર્વ સીએમ જયલલિતાનાં મોતની તપાસના આદેશ આપતા સીએમ પલાનીસ્વામી

તમિલનાડુનાં પૂર્વ સીએમ જયલલિતાની મોતના તપાસનાં આદેશ મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીએ આપ્યા છે.

તમિલનાડુનાં પૂર્વ સીએમ જયલલિતાનાં મોત બાદ તેઓનાં મૃત્યુ અંગે એક રહસ્ય સર્જાયેલું રહ્યું છે.અને હવે સીએમ પલાનીસ્વામીએ પણ અમ્માનાં મોત અંગેનાં તપાસનાં આદેશો આપ્યા છે.

તમિલનાડુમાં હાલમાં પલાનીસ્વામી અને પનીરસેલ્વમવાળી પાર્ટી વચ્ચે ગઠબંધન થવા જય રહ્યું છે.અમ્માનાં મોત બાદ શશિકલા જુથનાં અને તેઓના વિશ્વનીય પલાનીસ્વામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.ત્યારે પનીરસેલ્વમ જુથે જયલલિતાનાં મોત પર શંકા વ્યક્ત કરીને આ મામલે તપાસની માંગ કરી હતી.તેઓની આ માંગણીને ઘણું સમર્થન પણ મળ્યુ હતુ.

સીએમ ઈ પલાનીસ્વામીએ કહ્યું કે પૂર્વ સીએમ જયલલિતાનાં મોતની તપાસ માટે નિવૃત જજની આગેવાનીમાં કમિશનને પસંદ કરવામાં આવ્યું છે.

Latest Stories