/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/01-6.jpg)
ગુજરાતમાં દિવાળી ટાણે ક્યાર વાવાઝોડા બાદ ફરી
એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
થતાં ભાઈ બીજે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. એક તરફ ડાંગર અને મગફળીના
પાક ખેતરમાં અથવા તો યાર્ડમાં પહોંચી રહ્યા છે. ત્યારે આ વરસાદ ખેડૂતોની કમર તોડી
નાખે તેવી ભીતી છે. આજે ગુજરાતના નર્મદા, ભરૂચ,સુરત અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે
રાજકોટ ગ્રામ્ય, અમેરલી,ડાંગ, અંબાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.આ કમોસમી માવઠાથી
ખેડૂતોની હાલત કફોડી બની છે.
મધ્યગુજરાતમાં દાહોદથી લઈને નર્મદા, ડાંગ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નર્મદામાં રાજપીપળા સહિતના
પંથકમાં તો વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જાણે કે ચોમાસું
જામ્યુ હોય તેવી રીતે વરસાદ ખાબકતાં ખેડૂતો સહિત અનેક લોકોનો તહેવાર બગડ્યો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-2019-10-30-10h48m48s571.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-2019-10-30-10h49m01s673.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-9.09.36-PM.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-9.09.38-PM-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-29-at-9.09.38-PM.jpeg)