તાઇવાનમાં 6.4નો ભૂકંપ, ચાર મકાન ધરાશાયી, બેનાં મોત, 114 ઘાયલ

તાઇવાનમાં 6.4નો ભૂકંપ, ચાર મકાન ધરાશાયી, બેનાં મોત, 114 ઘાયલ
New Update

તાઇવાનમાં 6.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો , જેમાં બે હોટેલ અને બે મકાન ધરાશાઇ થઇ ગયા હતા. ભૂકંપમાં બેના મોત થયા હતા અને 114 ઘાયલ થયા હતા. જયારે 28નો બચાવ કરાયો હતો.

publive-image

માર્શલ હોટેલ તાઇપેઇના હોલિયનમાં આવેલી છે. અહીં મંગળવાર મોડી રાત્રે આવેલા ભૂકંપ પછી કાટમાળમાં 50 થી વધુ લોકો ફસાઇ ગયા હોવાની પણ જાણકારી મળી હતી.

publive-image

તાઇપેઇ ફાયર સેફ્ટી વિભાગે જણાવ્યું હતું કે, અહીં બીજી પણ એક હોટેલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં કેટલાક લોકો ફસાઇ ગયા છે. તાઇવાન હવામાન વિભાગના જણાવ્યાનુસાર, તાઇપેઇમાં રાત્રે 11:50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઇપેઇની ઉત્તર પૂર્વે આશરે 21 કિલોમીટ દૂર હુલિયનમાં આવેલું છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article